Loading...
‘Writology’ માં હું પાર્થિવી અધ્યારુ આપનું સ્વાગત કરું છું. ‘Writology’ ની શરૂઆત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ લેખિકા-પત્રકાર તરીકે દિવ્ય ભાસ્કર અને અન્ય સમાચાર પત્ર તેમજ સામાયિક માટે મેં લખેલા કેટલાક લેખોને એક સ્થાને એકત્રિત કરવાનો તેમજ મારા વિચારોને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકવા માટેનો છે. મે મારી આ વેબસાઇટનું નામ "Writology" રાખ્યું છે કારણ કે "Writology" શબ્દ એ ખુંબ જ લાંબા સમયથી મારા લેખન સાથે સંકળાયેલા કામ સાથે જોડાયેલો છે.
મારા માટે આ વેબસાઇટ "Writology.in" એ ફક્ત લેખો અને વિચારોને એક જગ્યાએ મૂકવાનુ મંચ જ નથી, પરંતુ સમય સાથે ડીજીટલ દુનિયા તરફ વધવાનો - તેને શીખવાનો એક પ્રયાસ પણ છે. તો આશા છે કે તમારો સાથ મારા આ નવા પ્રયાસને સફળ બનાવશે. તમે આ વેબસાઇટ ઉપર મારા લેખ વાંચીને મારા લેખન માટે તમારા અભિપ્રાય આપશ તો મને ગમશે.આશા છે કે આપની શુભેચ્છાઓ અને આશીર્વાદથી મારી આ ડીજીટલ સફર સફળ બનશે.પાર્થિવી અધ્યારુઅમદાવાદ, ગુજરાત